bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જૂનાગઢમાં વરસાદના રૌદ્ર સ્વરૂપે કહેર મચાવ્યો....

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર બેટીંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 14.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરમાં 13.4 ઈંચ, જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં 11.9 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત કેશોદમાં 9.9 ઈંચ અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. મેંદરડામાં 7.3 ઈંચ, ભેસાણમાં 6.8 ઈંચ, માળીયા હાટીનામાં 6.4 ઈંચ અને માંગરોળમાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે જૂનાગઢનું પીપલાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પીપલાણા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે.