છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ચોમાસું જામેલું છે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે.
દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક યોજીને સ્થિતિ વિશે જાતે માહિતી મેળવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં વધુ 5 ઇંચ વરસાદ પડ્યો તો માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે. જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ, સુરતના પલસાણા અને જૂનાગઢના કેશોદમાં સાડા સાત ઇંચ વરસાદ થયો છે. ત્યારે બારડોલી, કપરાડા, દ્વારકા, વાપી અને માળિયા હાટીનામાં પણ સાત-સાત ઇંચ વરસાદ થયો છે. આ સિવાય ચીખલી, કામરેજ અને ઉપલેટામાં પણ પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology