રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરનાં વાતાવરણમાં અચાનક બદલાવ આવવા પામ્યો હતો. જેમાં શહેરનાં અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, વરતેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે..
દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં ઝાપટું પડ્યં છે. વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સહિત વિસ્તાર કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology