bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ગાંધીનો સંદેશ, ગિરનારને સાચવા આ શપથ લેવા કર્યો અનુરોધ

ભવ્ય ગાંધીએ જણાવ્યું છેકે, આ વર્ષની લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે, આ વર્ષે આપણે એક શપથ લઇએ. ગીરનારની લીલી પરિક્રમા 2024 આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર 2024 સુધી થનારી છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમામાં આવતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા ગુજરાતી કલાકાર ભવ્ય ગાંધી દ્વારા પરિક્રમા કરવા આવનારા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવા અનુરોધ કર્યો છે.ગુજરત વન વિભાગ દ્વારા એક ટ્વિટર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી કલાકાર ભવ્ય ગાંધી દ્વારા કરવામાં આવેલા અનુરોધનો એક વીડિયો પોસ્ટ કરાયો છે. આ વીડિયોમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું છેકે, લીલી પરિક્રમામાં આવનાર દરેક શ્રદ્ધાળુઓને મારા રામ રામ અને જય ગિરનારી…આ વર્ષની લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે, આ વર્ષે આપણે એક શપથ લઇએ. શપથ એવી કે જંગલમાં પ્લાસ્ટિક લઇને નહીં જઇએ. કચરો જેમ-તેમ જંગલમાં નહીં પણ કચરા પેટીમાં જ ફેંકીશું. રાત્રીના સમયે જે -તે પડાવ પર રોકાણ છે ત્યાં જ રહીશું. પરિક્રમાના રૂટથી બહાર નીકળીશું નહીં. વન પ્રાણીઓની જ્યાં વસાવટ છે તેને નુકસાન પહોંચાડીશું નહીં.