bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરાના વિવિધ વિસ્તારમાં કેરીના તંબુઓ ખાતે આરોગ્ય વિભાગના દરોડા.... 

ભર ઉનાળે ઋતુમાં શહેર મનફાવે તેમ રાજમાર્ગો પર પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી લીધા વગર , ઠેર ઠેર ઉભા કરેલા કેરીના તંબુ ખાતે  આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. બે અલગ અલગ ટીમો દ્વારા તપાસનો કરાય હતી.તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

શહેરમાં ઉનાળાની ઋતુમાં ખાસ ઠંડા પીણા, કેરીના રસ,શેરડીના રસ સહિતનું વેચાણ વધી જતું હોઈ છે ત્યારે અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મંજૂરી વિના આડેધડ તંબુ લગાવી મનફાવે તેમ વેપાર કરતાં હોઈ છે. જેમાં કેરીના તંબુ ખાતે ઘણી વખત તો કેરીના રસના નામે પપૈયા તેમજ અન્ય પદાર્થનું ભેળસેળ કરી વેચાતો હોઈ છે. આ બધી બાબતથી જાણકાર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ હવે ચેકિંગ હાથ ધર્યુ છે. મ્યુન્સિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરની બે ટીમો દ્વારા વિવિધ વિસ્તારના કેરીના તંબુ ખાતે તપાસણી કરવામાં હતી. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આવા તંબુમાંથી કેરીના રસના સેમ્પલ લેવાયા છે. ચેકિંગ દરમિયાન જ્યાં અખાદ્ય પદાર્થ જણાય તેનો નાશ કરાયો છે અને જો સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન હોય તો શિડ્યુલ4 અંતર્ગત નોટીસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે.