bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ખેડૂતોને ઓછા ભાવમાં મળશે સ્માર્ટ ફોન, આ પ્રક્રિયા કરવી પડશે પૂર્ણ..

અમરેલી: સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેતીલક્ષી અનેક બાબતો હવે ફોનમાં ખેડૂતોને મળી જાય છે. ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા થયા છે. ખેડૂતો સ્માર્ટ ફોનનાં માધ્યમથી ખેતીને વધુ આધુનીક બનાવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોનમાં સહાય કરે છે. ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે સબસિડી ચાલુ કરવામાં આવી છે. સ્માર્ટ ફોનની ખરીદી ઉપર ગુજરાત સરકાર ખેડૂતોને છ હજાર રૂપિયાની સબસિડી આપે છે.

મદદનીશ ખેતી નિયામક વિકાસ ડામોરે જણાવ્યું હતું કે, અમરેલી અને  સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી અને ટેક્નોલોજી આધારિત ખેતી કરી રહ્યાં છે. નવી નવી ટેક્નોલોજી તેમજ અન્ય માહિતી સ્માર્ટ ફોન દ્વારા મેળવી અને વાવેતર કરે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપે છે. આ સહાય ગુજરાત સરકાર દ્વારા 6000 રૂપિયાની આપવામાં આવે છે. ગુજરાત સરકારનું આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો સહાય માટે અરજી કરવાની રહે છે અને  તેના પરથી ખેડૂતને મોબાઇલ ફોન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે અને ખેડૂતો સ્માર્ટ ફોનની ખરીદી કરી શકે છે.