bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિકલાંગ ક્વૉટા હેઠળ નોકરી મેળવનાર ગુજરાતના 5 IAS અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે: સૂત્રો.....

ગુજરાતના વહીવટીતંત્રથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતનાં લગભગ પાંચ આઈએએસ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. આ આદેશ એટલા માટે આપ્યો છે કેમ કે એવા આરોપો લાગ્યા હતા કે ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયા હતા.

આઈએએસ પૂજા ખેડકરની ઘટના બાદ ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારની જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં 'લોકોમોટિવ ડિસેબિલિટી' કારણો ટાંક્યા હતા.

  • વિકલાંગ સર્ટિફિકેટ ફરી રજૂ કરવું પડશે 

ગુજરાતમાંથી પાંચ આઈએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ ફરી પાછું રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઈન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે. 

  • કોને કોને કરાવવા પડશે ટેસ્ટ 

સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ, અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.