bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અંધશ્રદ્ધાની દવા ખરી? ઘણા લોકો ભગત ભુવાજીના ભ્રમમાં ડૂબ્યાં, તાંત્રિક વિધિથી માનસિક રોગ મટાડતા હોવાનો દાવો...  

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આજે પણ આદિવાસી સમાજના લોકો અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છે. અહીં માંદગી અને બીમારી સમય લોકો દવાખાનાની જગ્યા ભુવાઓ પાસે દોડી જાય છે. ત્યારે કપરાડાના નળી મધની ગામે એક ભગત માનસિક રોગીઓની સારવાર કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યાં માનસિક રોગના દર્દીઓ પરિવાર સાથે રહી અને સારવાર કરાવે છે. લોકો માને છે કે અહીં આવવાથી માનસિક રોગ દૂર થાય છે.

  • તાંત્રિક વિધિથી સારવાર

નળીમધની ગામમાં 1500 થી વધુની વસ્તી છે. જ્યાં એક મંદિરમાં ગામના એક રૂપજીભાઈ નામના એક વ્યક્તિ ભુવાનુ કામ કરે છે. જેઓ પોતાના ઘરે અને મંદિરમાં તાંત્રિક વિધિ અને માતાજીની મંત્ર વિધિઓ કરાવી અને માનસિક રોગીઓની સારવાર કરતા હોવાનું કહેવાય છે. રૂપજીભાઈના ઘરે અત્યારે પાંચથી વધુ દર્દીઓને અહીં રાખ્યા છે. પરિવારજનો પોતાના માનસિક રોગથી પીડાતા દર્દીઓ અને સ્વજન અહીં સાથે જોવા મળ્યા હતા. ગામમાં પહોંચી સૌપ્રથમ તાંત્રિક વિધિથી માનસિક રોગના દર્દીઓની સારવાર કરવાનો દાવો કરતા અને આ કેન્દ્ર ચલાવતા ભગત રૂપજીભાઈ મળ્યા હતા. રૂપજીભાઈના દાવા પ્રમાણે દૂર દૂરથી અહીં માનસિક રોગથી પીડાતા દર્દીઓ આવે છે. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ અહીં આવેલા માતાજીના મંદિરમાં બેઠક કરી અને તાંત્રિક વિધિ કરે છે. આ વિધિ દરમ્યાન દર્દીઓને અહીં રાખવામાં આવે છે. ત્યારબાદ તેમની તાંત્રિક વિધિ થી સારવાર કરે છે.

  • દવાનો સહારો પણ લેવાય છે

રૂપજીભાઈ એવો પણ દાવો કરે છે કે તાંત્રિક વિધિ સાથે તેઓ તબીબોની સલાહ અને દવાના સહારાથી દર્દીઓની સારવાર કરે છે. ભગતનો દાવો છે કે આજ સુધી તેઓએ 70થી વધુ માનસિક રોગના દર્દીઓને તાંત્રિક વિધિથી ઠીક કર્યા છે. અત્યારે અહીં પાંચથી વધુ માનસિક રોગના દર્દીઓની સારવાર ચાલી રહી છે. દર્દીઓની સાથે તેમના પરિવારજનો પણ અહીં રહે છે. શ્રદ્ધાની સાથે દવાનો સહારેથી તેઓ ઠીક થતા હોવાનું દર્દીઓના