જામનગરમાં અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા રોગચાળા વચ્ચે હવે ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં ફૂડ વિભાગ દ્વારા વિવધ વિસ્તારમાં ઠંડાપીણાં, નાસ્તા અને પાણીપુરીની લારીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવેલી છે.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 44 જેટલી પાણીપુરી લારીઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ -અલગ જગ્યાએથી 582 લીટર પાણીપુરીનું પાણી અને 38 કિલો પાણીપુરીનો માવો, 2000 નંગ પાણીપુરી, 1 કિલો ચટણી તથા 10 કિલો બરફનો નાશ સ્થળ પર કરવામાં આવ્યો હતો.
આ સાથે તંત્ર દ્વારા ક્લોરીનેશન ગોળી, તેમજ ખાણી-પીણીની જગ્યાએ હાઈજીનનું ધ્યાન રાખવા અને સ્વચ્છતા જાળવવા માટે વેપારીઓને ફૂડ વિભઆગ તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલ કોલેરા અને ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે, ત્યારે આવા રોગચાળા દરમિયાન ફૂડ વિભાગની આ કામગીરી કરવામાં આવતા અન્ય ઘણા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાણીતી રેસ્ટોરન્ટ ઠાકરમાંથી શાકના નમૂના લેવામાં આવ્યા હતા. ચણા મસાલા અને બટાકાના શાકના નમૂના લેવામાં આવ્યા હતા તો અન્ય પાંચ રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરાઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology