bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

IMDએ કર્યું એલર્ટ જાહેર, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી...

 

એપ્રીલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. આઇએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ એપ્રિલથી જુન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હિટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી છે. આ સાથે જ વર્ષ ૨૦૨૪ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શકયતા છે. અતિ ગરમીના લીધે હવામાનમાં નાટયાત્મક પલટો આવવાથી કયાંક વરસાદ પણ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલૂક પણ બહાર પાડવામાં આવ્યો છે.

ભારત હવામાન વિભાગએ એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે.IMDએ આજે આગાહી કરતા જણાવ્યું હતુ કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પુર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે. એપ્રિલ દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઉપર રહેવાની શકયતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે. જયારે દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

આ સિવાય IMD એ કહ્યું કે 4 થી 6 એપ્રિલ દરમિયાન ઝારખંડ, રાયલસીમા અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ છે. હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી રહેશે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર તેની સૌથી વધુ અસર થઇ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે.

આગામી કેટલાક મહિનામાં દેશ સળગતી ગરમીનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યો છે, જેમાં એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ભાગોમાં ગરમીના મોજા આવવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં 6 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી કરી છે.

આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ગરમીની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં થઈ શકે છે. IMDએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ અને તોફાનની પ્રવૃત્તિ રવિવાર (7 એપ્રિલ, 2024) સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.