bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જસદણ: દેવપરા નજીક મહાદેવજીના મંદિરના મહંતનો આપઘાત...  

જસદણના દેવપરા ગામ પાસે ગળાફાંસો ખાઇને મહંતે આપઘાત કરતા ચકચાર મચી છે. બીલીયા મહાદેવ મંદિરે મહંત સેવા પૂજા કરતા હતા. વહેલી સવારે સેવકો મંદિરે દર્શન કરવા જતા મામલો સામે આવતા ભારે શોક છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

 જસદણના દેવપરા ગામમાં બીલીયા મહાદેવ મંદિર  આવેલુ છે. આ મંદિરે લોકોના આસ્થાનું પ્રતિક છે. લોકો મોટીસંખ્યામાં અહી દર્શનાર્થે આવતા હોય છે. મંદિરના સવાર સાંજ પુજા કરવા માટે મહંત અહી રહેતા હતા. જેઓ મંદિર પાસે ઓરડીમાં રહેતા અને મંદિરમાં પુજા કરતા હતા. આજે સવારે મંદિરે દર્શન કરવા સેવકો પહોચ્યા ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા. મહંતના આપઘાતથી સેવકો હતપ્રત બની ગયા હતા. મંદિરના પટાંગણમાં આવેલા ઝાડ સાથે દોરડું બાંધી મહંત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે કયા કારણથી તેમણે આપઘાત કર્યો તે જાણવા મળ્યુ નથી. જસદણ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાં સવા વર્ષમાં બીજા મહંતએ આપઘાત કર્યો છે. ગત જાન્યુઆરી 2023માં જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી હતી. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હતું.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. ઝાંઝરડા ગામમાં પવિત્ર નાગદેવતાના મંદિરે દસ વર્ષથી આ આશ્રમમા મહંત તરીકે રહી પુજા કરતા હતા. તેમના પર હિન્દુ ધર્મના સાધુ તરીકે લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવાયો હતો. તેમના મોતને લઇ અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે જસદણમાં વધુ એક મહંતના મોતથી પંથકમાં ચકચાર મચી છે.