રાજકોટ મહાનગરપાલિકના દ્વારા મેયર તમારા દ્વાર લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15માં લોક દરબારમાં હોબાળો થયો હતો. આ મેયર તમારા દ્વાર લોક દરબારમાં દેશી દારૂના દૂષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 15માં ભાજપના સક્રિય કાર્યકર્તા અજયસિંહ ચૂડાસમાએ અનેક સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા છે.
લોકો ગંદકીને લઇ ત્રાહિમામ
વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ હોવાનો પણ સ્થાનિકોએ આરોપ કર્યો છે. લોક દરબારમાં સ્થાનિકોએ વધુમાં કહ્યું કે, વોર્ડ નંબર 15માં સફાઈ કામગીરી પણ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે. વોર્ડ નંબર 15માં કચરો લેવા આવતી ગાડીઓ અનિયમિત મનફાવે તેમ આવે છે. જેના કારણે સ્થાનિક લોકો ગંદકીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વોર્ડ નંબર 15 શહેરનો સૌથી પછાત વિસ્તાર છે. આ વિસ્તારમાં વિકાસના નામે મીંડું હોવાનો પણ આરોપ કર્યો હતો. આ લોક દરબારમાં સ્થાનિક લોકો દ્વારા લોકોને દેશી દારૂની બદીમાંથી મુક્ત કરાવવા માંગણી કરવામાં આવી છે. તેમજ સ્થાનિક લોકો ગંદકી અને અસ્વચ્છતા મામલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી હતી.
ભાજપના સક્રિય કાર્યકર્તા ઉઠાવ્યા પ્રશ્નો
વોર્ડ નંબર 15ની સમસ્યાઓ અંગે ભાજપના કાર્યકર અજયસિંહ ચૂડાસમાએ કહ્યું કે, શહેરના અન્ય વિસ્તારમાં જે કામ થઈ રહ્યા છે તે વોર્ડ નંબર 15માં કેમ વિકાસ નથી થતો. આજી નદી રિવરફ્રન્ટની વાત કેટલાક સમયથી પેન્ડિંગ છે. આજીડેમ ચોકડીની આજુબાજુમાં કેટલા બધા ખાડાઓ છે. લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે.
વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ
વધુમાં તેમણે કહ્યું કે, વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ કહેવાય છે. તો આ દેશી દારૂ બંધ થવો જોઈએ. શા કારણે બંધ નથી થતો? આવનારી પેઢી માટે ખુબ જ નુકસાન કારક છે. અગાઉ અનેક લઠ્ઠાકાંડ થયેલા છે. તો આવા લઠ્ઠાકાંડ ફરી ન થાય તે માટે દારૂનું દૂષણ અટકાવવું જોઈએ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology