તમે અનેક વાર પોલીસની કથિત દાદાગીરી વિશે સાંભળ્યું હશે. જોકે આવી જ એક ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન ઘાટલોડિયાના PI વી.ડી.મોરીને બરાબરના ખખડાવ્યા છે. વાસ્તવમાં અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને ક્રાઈમબ્રાંચની તરફેણમાં કેસ બનાવવા અંગે હાઇકોર્ટે પોલીસ ઇન્સ્પેકટરની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યુ કે, માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવાનો પોલીસને અધિકાર નથી. આ સાથે કહ્યું કે, સામાન્ય કેસમાં લોકોને ધમકાવવા, રોફ જમાવવો કે મારવું તે ખોટું છે.
મેટ્રો સિટી અમદાવાદ સહીત ગુજરાતભરમાં અનેક વાર પોલીસની કથિત દાદાગીરી અને રોફ જમાવવાના સમાચાર સામે આવતા હોય છે. જોકે હવે ગુજરાત હાઇકોર્ટે આ મામલે લાલ આંખ કરી છે. વાસ્તવમાં અમદાવાદના ઘાટલોડિયાના PI વી.ડી.મોરીને હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન બરાબરના ખખડાવ્યા છે. હાઇકોર્ટે PI વી.ડી.મોરીને ખખડાવતા કહ્યુ કે, માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવાનો પોલીસને અધિકાર નથી. હાઇકોર્ટે ઉચ્ચ અધિકારીઓને તેમના તાબાના અધિકારી પર ધ્યાન રાખવા આદેશ કર્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI વી.ડી.મોરીનો હાઈકોર્ટે ઉધડો લેતા કહ્યુ કે, પોલીસ અધિકારીઓ એવું સમજે કે કોર્ટ સામે તેઓ સ્માર્ટ ગેમ રમી શકે છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, જો આવુ મનમાં હોય તો કાઢી નાખો નહીતર કોર્ટ તમને સમજાવશે કે કોર્ટ સત્તાનો ઉપયોગ કઇ રીતે કરી શકે છે. વિગતો મુજબ હાઇકોર્ટે PI વી.ડી. મોરીની અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને ક્રાઈમબ્રાંચની તરફેણમાં કેસ બનાવવા અંગે ઝાટકણી કાઢી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology