સુરત પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. જેઓ અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અલગ-અલગ ઇન્જેક્શન, સીરપ મળી કુલે રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન હાથ ધરાયું સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકના પીઆઇને સૂચના આપવામાં આવી હતી કે, જ્યાં પણ બોગસ તબીબોનો રાફડો હોય તથા લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય ત્યાં રેડ કરવામાં આવે અને આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલહવાલે કરવામાં આવે ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપા મારી કરવામાં આવી હતી. પોલીસે ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેમની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા કેટલાક તો માત્ર ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ, સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા 50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસૂલતા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology