જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદ વરસતા 30 ગામોમાં પાણી ભરાયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર શુદ્ધા કોઈ પૂછવા પણ આવ્યું નથી,ત્યારે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા મોડે મોડે પંથકની મુલાકાતે પહોંચ્યા છે.ધારાસભ્યનુ કહેવું છે કે,ઘેડ પંથકમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારમાં રજૂઆત કરીશું.
માંગરોળના ધારાસભ્યનું કહેવું છે કે,માંગરોળમાં નવલખા ડેમ બનાવવા માટે રજૂઆત કરીશુ,ઘેડના લોકો પરિસ્થિતિ ટેવાયેલા છે.સરકારના ચોપડે માત્ર રવિ પાકની જ ગણતરી થાય છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 11 ઈંચ, માણાવદરમાં 6 ઈંચ, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ, ઉપલેટામાં પાંચ ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ, પલસાણામાં પોણા ચાર ઈંચ, રાણાવાવ, વાપી, કેશોદ અને કામરેજમાં 3 ઈંચ, ઉમરપાડા, બારડોલી અને કુતિયાણામાં પોણા 3 ઈંચ, કપરાડા, જુનાગઢ તાલુકા, જુનાગઢ શહેર, ચીખલી, નવસારી, જલાલપોર અને ધરમપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય 87 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology