જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સર્કલ ઓફિસમાં ફરજ બજાવતી એક સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના જામનગર ત્રીજા સિવિલ જજ અને જોઇન્ટ ડિસ્ટ્રીકટ જજના હુકમોને જસ્ટિસ જે.સી.દોશીએ રદબાતલ ઠરાવતાં આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે એક બહુ અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, પાર્ટ ટાઈમર્સ કર્મચારીઓને કાયમી કરી શકાય નહી અને વર્ગ-4માં તેઓને કાયમી નિમણૂંક આપવા અંગે તેમ જ કાયમી નિયુકિત કરવા અંગેનો હુકમ કરી શકાય નહીં. જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની સર્કલ ઓફિસમાં ફરજ બજાવતી એક સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના જામનગર ત્રીજા સિવિલ જજ અને જોઇન્ટ ડિસ્ટ્રીકટ જજના હુકમોને જસ્ટિસ જે.સી.દોશીએ રદબાતલ ઠરાવતાં આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ જે. સી. દોશીએ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને અને ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે, સફાઇ કર્મચારીને કાયમી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના અને તે હુકમને બહાલ રાખતાં એપેલેટ કોર્ટના ચુકાદા ખામીયુક્ત હોઈ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે. જસ્ટિસે પોતાના ચુકાદામાં હાઇકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતાં જણાવ્યું કે, પાર્ટ ટાઇમ કર્મચારીઓ મજૂર જગ્યાઓ પર કામ કરતા ના હોઈ તેઓ રેગ્યુલરાઇઝેશન કાયમી બનવાના હકદાર નથી. આવા પાર્ટ ટાઇમ ટેમ્પરરી કર્મચારીઓને કાયમી રીતે રાખવા, રેગ્યુલરાઇઝ કરવા કે તેમને સમાવવા હુકમ થઇ શકે નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology