હવે ચૂંટણી પ્રચારને ફક્ત બે જ દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ગુજરાત આવ્યા છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેમણે લાખણીમાં પ્રચાર સભાને સંબોધી હતી. લાખણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધી હતી. આ સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા.
આજે આ દેશની જનતા કહી રહી છે કે મારા મંચ પર આવ્યા છો તો મારા કામની વાત કરો. આજે આ દેશની જનતા કહી રહી છે કે મારે આ ચૂંટણી હિન્દુ-મુસલમાન પર નથી લડવાનું. મારે આ ચૂંટણીને વીજળી, પાણી, રોજગાર તેમજ મોંધવારી પર લડવાનું છે. આ દેશની જનતા કહી રહી છે કે બહુ સાંભળી લીધું તમારૂ ભાષણ તમારા ભાષણમાં એક શબ્દ અમારા માટે નથી. આ દેશની જનતા કહી રહી છે કે દસ વર્ષ અમે તમને પુરી સત્તા આપી તમે તે સત્તાનું શું. કર્યું તમે અમારી જીંદગીમાં પ્રગતિ લાવ્યા કે ન લાવ્યા. ત્યારે હવે જનતાને લાગી રહ્યુ છે કે દસ વર્ષ વીતી ગયા મોટી મોટી વાતો, સૌનો સાથ સૌનો વિકાસ..... કોનો વિકાસ થયો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેઓ મારા ભાઇને શહેઝાદા કહે છે. આ શહેઝાદા 4 હજાર કિલોમીટર પગપાળા ચાલ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમારી સમસ્યાઓ જાણવા માટે ચાલ્યા છે. બધાને મળીને સમસ્યાઓ પૂછી છે. બીજી બાજુ, તમારા શહેનશાહ પીએમ મોદી મહેલોમાં રહે છે. તમે ટીવીમાં તેમનો ચહેરો જોયો છે. એકદમ સાફ સફેદ કૂર્તો, ધૂળનો એક ડાઘ નહીં, એક વાળ આમથી તેમ નહીં, તે કેવી રીતે સમજી શકશે તમારી મજૂરી, ખેતી.
સાથે જ કોંગ્રેસ યુવા, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો વિશે શું-શું કરશે, તે અંગે તેમણે જાણકારી આપી હતી. 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. ભાજપ સરકારમાં 30 લાખ રોજગારના પદ કેન્દ્રમાં ખાલી છે. તમને કોઇ સ્થાયી રોજગારી મળતી નથી.દેશની બધી મોટી વસ્તુઓ જેનાથી તમને સુવિધા અને રોજગાર મળતો હતો તે બધું તેમના અબજોપતિ મિત્રોને આપી દીધું છે. તેમની નીતિઓ માટો મોટા અબજોતિઓ માટે જ બની રહી છે. દરેક સ્તર પર આ થઇ રહ્યું છે. નાના-મધ્ય ઉદ્યોગોથી પણ રોજગારી મળતી હતી. તેને એવા સંકટમાં નાંખી દીધા છે કે તેમની કમર તૂટી ગઇ. આજે દેશમાં 70 કરોડ યુવાન બેરોજગાર છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology