જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ગંદા પાણીના સેમ્પલ લઈને કોર્પોરેશનમાં રજૂઆત માટે પહોંચતા ચકચાર મચી હતી,સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હતી પરંતુ નિરાકરણ ના આવતા આખરે કોર્પોરેટર જ પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનની ઓફીસે પહોંચતા સ્થાનિકોએ ટેકો કર્યો હતો.
જૂનાગઢ વોર્ડ નંબર 10માં લોકોને ગંદુ પાણી પાવા માટે મજબૂર થવું પડતું હોવાની ભાજપના કોર્પોરેટરે જ રજૂઆત કરી છે. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર હિતેષ ઉદાણી ગંદા પાણીના સેમ્પલની પાણીની બોટલ હાથમાં લઇ મહાનગર પાલિકા ખાતે તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા.છેલ્લા સાત આઠ દિવસથી આ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. ત્યારે અમને એમ હતું કે ચાર પાંચ દિવસ પછી પાણી ચોખ્ખું આવવા લાગશે. પરંતુ આટલા દિવસો વિતવા છતાં પણ પાણી ચોખ્ખું આવ્યું નહીં એટલે કોર્પોરેટર પહોંચ્યા કોર્પોરેશન ઓફીસે.
ઉપરકોટમાંથી આ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તે પાણી ખૂબ જ ગંદુ આવે છે. ત્યારે આ પાણીમાં ફટકડી ભેળવી પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાણી મામલે અગાઉ પણ મહાનગરપાલિકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 10માં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે પીવાલાયક નથી તેવું કોર્પોરેટર કહ્યું હતું.ગંદા પાણી આ વિસ્તારમાં આવે છે તે મામલે અગાઉ ફિલ્ટર પ્લાન્ટની પણ માગણી કરી હતી. ત્યારે ચાર વર્ષ વિતવા છતાં પણ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology