ઉનાળાની શરૂઆત થતાં બજારમાં કેરી દેખાવા લાગી છે. સાબરકાંઠા જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. પણ આ વર્ષે આવકમાં ઘટાડો થતાં કેસર કેરીની 10 કિલોની પેટીના 300 થી 400 રૂપિયા અને બદામ કેરીના ભાવમાં કિલોએ 20 થી 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 1500 રૂપિયા સુધી પહોંચ્યો છે. ઉનાળાની સિઝનમા સાબરકાંઠા જિલ્લાનું કેરીનું આગમન થઈ ગયું છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને ઉનાળામાં થયેલા કમોસમી માવઠાને કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે, જેને લઇ ઉત્પાદન ઘટયું છે અને આ વખતે ભાવમાં બમણો વધારો થયો છે. જેથી મીઠાસ આપતી કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે કડવી સાબિત થઈ છે. લોકોમાં સૌથી વધુ પ્રિય ગણાતી કેસર કેરીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. હોલસેલ ભાવની વાત કરાય તો ગત વર્ષે કેસર કેરીના 10 કિલોની પેટી 600થી 700 રૂપિયા ભાવ હતો. જે આ વર્ષે 1000 થી 1300 રૂપિયા ભાવ છે. બદામ કેરીના કિલોએ 40થી50 રૂપિયાના 65 થી 80 રૂપિયા અને તોતા કેરીના ગય વર્ષે 35થી 40 રૂપિયા હતા, જે આ વર્ષે વધીને 55 થી 60 થઈ ગયો છે.કેરીના વધતા જતાં ભાવ અને ઉત્પાદનના ઘટાડા અંગે હિંમતનગરના હોલસેલ વેપારી દિલીપભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીની આવક ખૂબ ઘટી ગઈ છે. ગત વર્ષે રોજ 2 થી ત્રણ ગાડીઓ ખાલી થતી હતી, જેની સામે આ વર્ષે અઠવાડિયામા માંડ બે વાર માલ મળી રહે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology