ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 148 કેસ છે. વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 60 દર્દીઓને રજા અપાઈ છે. કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
•સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
•આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
•સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
•સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
•સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology