પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત આંદોલન કરી રહ્યુ છે.આ મામલાને શાંત કરવા માટે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી છે. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી. ત્યારે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે.
મુખ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ અને હર્ષ સંઘવી સાથે ક્ષત્રિય સમાજની યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ અન્ય શહેરોમાંથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા તઈ હતી. તેમજ ક્ષત્રિય સમાજે લડક યથાવત રાખી હતી. આ સમગ્ર મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે.
ગાંધીનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ રહી છે. સમાધાનની ચર્ચા છતા બેઠકમાં ઉકેલ આવ્યો નથી. ક્ષત્રિય આગેવાનો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ જોવા મળ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.જો કે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્ષત્રિયો હાજર જ રહ્યા ન હતા.આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર હતા.જો કે વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર થઇ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology