bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક ઝટકો, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈએ પાર્ટી સાથે છેડો ફાડ્યો...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે. જે પત્રમાં અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તળપદા કોળી સમાજના આગેવાન અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે, 'હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી. મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. મહત્વનું છે કે, આ રાજીનામાં પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકીને પણ મોકલ્યો છે.' તો સોમાભાઈ પટેલે કહ્યું કે, 'હું ચૂંટણી લડવાનો નથી.'