bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 હવામાન વિભાગની હજુ બે દિવસ વરસાદની આગાહી, આજે અનેક જીલ્લામાં પડી શકે છે એક ઈંચથી વધુ વરસાદ...  

ગુજરાત પર એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગત રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અન્ય તાલુકાઓમાં ફરી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમનાં કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનાં અમુક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.