bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં તાપમાનનો પારો જશે 42 ડિગ્રીને પાર...

 

હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે  હવામાન વિભાગ દ્વારા તા. 3, 4 અને 5 દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ સહિત પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હિટવેવની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પણ જઈ શકે છે.


તેમજ આગામી પાંચ દિવસ એટલે કે તા. 4 થી 8 દરમ્યાન રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમ તેમજ ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંધર, ગીર સોમનાથ, ભાવનગર, દમણમાં ગરમ અને ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે.વામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ એટલે કે આજથી 4 મેથી 8 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લાઓમાં હીટવેવને લઈને એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ એટલે કે 6 થી 8 મે સુધી કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવને લઈને એલર્ટ રહેશે.