રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બનસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા નવસારી,વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર તથા પોરબંદર, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ,બોટાદ તથા કચ્છ, દીવામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તેમાં અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો અલર્ટ અપાયું છે. અગામી 5 દિવસ માછીમારીને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે તથા ઓફસૉર ટ્રફ, શિયારઝોનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તથા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં અગામી 5 દિવસ માછીમારીને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં શહેરમાં સવારથી ઝરમર વરસાદ આવી રહ્યો છે. તેમજ સતત વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર અંદાજે 8 કિમીનો ટ્રાફિકજામ જોવા મળ્યો છે. બગોદરા ચોકડી પાસે ટ્રાફિકજામ થયો છે. ટ્રાફિકને લઈ વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કયા કારણોસર ટ્રાફિક જામ સર્જાયું તે હજુ અકબંધ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology