ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ નોંધાવેલી દહેજ ઉત્પીડન અંગેની ફરિયાદ રદબાતલ ઠરાવી. હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, 'સહનશક્તિ એ લગ્નજીવનમાં પાયો હોવો જોઈએ. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, પત્નીના પરિવારજનો રાઈનો પહાડ બનાવી દેતા હોય છે.'
જાણો શું છે સમગ્ર મામલો
હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ અવલોકન કરતાં જણાવ્યું કે, 'લગ્નજીવનની બગડેલી પરિસ્થિતિને સુધારવા અને લગ્નજીવનને ભચાવવાના બદલે તે માટેના શક્ય તમામ પ્રયાસો કરવાને બદલે અજ્ઞાનતાના કારણે અથવા પતિ તથા તેના પરિવારના સભ્યો પ્રત્યે તીવ્ર દ્વેપના કારણે તેમની ક્રિયા નજીવી બાબતોમાં લગ્નજીવનનો સંપૂર્ણ અંત લાવે છે. પત્ની તેના માતા-પિતા અને સંબંધીઓ પ્રથમ પ્રતિભાવમાં ઘણી વખત પોલીસનો સંપર્ક કરે છે. તેઓ એવું ધારે છે કે, પોલીસ તેમની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. પરંતુ પોલીસ જેવી સમસ્યામાં સામેલ થાય છે ત્યારે તે લગ્નજીવનના બંને સાથીઓ વચ્ચે સમાધાનની વાજબી તકોને કરી શકે છે.'
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, 'શુદ્ધ લગ્નજીવનની પાયો સહનશીલતા, સમાધાન અને એકબીજાનો આદર છે. એકબીજાના દોષ પરત્વે અમુક હદ સુધી સહનશીલતા દરેક લગ્નમાં સહજ હોવી જ જોઈએ. ક્ષુલ્લક વાતો, તુચ્છ મતભેદો સાંસારિક બાબતો છે અને તેમાં અતિશયોક્તિ ના કરવી જોઈએ. સ્વર્ગમાં જે બન્યુ હોવાનું કહેવાય છે તેનો નાશ કરવા પ્રમાણની બહાર પરપોટા ફોડવા જોઈએ નહીં. જો કોર્ટને ખાતરી કે, મહિલાએ દ્વેષપૂર્ણ હેતુ સાથે પતિ અને તેના નજીકના સબંધીઓની સંડોવણી કરી છે તો પછી એફઆઇઆર કે ચાર્જશીટ કોગ્નીઝેબલ ગુનાનો ખુલાસો કરે છે. પરંતુ કોર્ટે હિતમાં નોંધપાત્ર રીતે બીટવીન્સ ધ લાઇનમાં દ્વેષપૂર્ણ હેતુને વાંચવો જોઈએ અને તે બાબતે વ્યવહારિક દ્રષ્ટિકોણ લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિને ગુનાહિત વર્તણૂંકની કોઈ બાબતો પર લાવ્યા વિના કેટલાક સામાન્ય અને વ્યાપક આરોપો પર ફોજદારી ટ્રાયલનો સામનો કરવો પડે છે તો તે કોર્ટની પ્રક્રિયાના દૂરપયોગ સિવાય બીજું કંઈ નથી. કોર્ટની ફરજ છે કે, તે ફરિયાદમાં મૂકવામાં આવેલા આરોપોને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા માટે સંપૂર્ણપણે તપાસે અને આરોપોમાં સત્યતા છે કે કેમ..? અને તે માત્ર અમુક વ્યક્તિઓને સંડોવવાના એકમાત્ર ઉદેશ સાથે કરવામાં આવી છે કે કેમ તે શોધી કાઢે. ખાસ કરીને જ્યારે લગ્નજીવનના વિવાદમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે.'
હાઈકોર્ટે એફઆઈઆરના આરોપોની ગંભીર નોંધ લેતાં જણાવ્યું કે, 'આ કેસમાં લગ્નજીવનનો વિવાદ પતિ-પત્ની વચ્ચે હોવાનું જણાય છે અને હંમેશાની જેમ પતિના પરિવારના તમામ સભ્યોને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ તથ્યોની તપાસ કર્યા પછી પત્ની દ્વારા નોંધાવાયેલી આ ફરિયાદ બીજુ કંઈ નથી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની સરેઆમ દૂરપયોગ છે. જે તેને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તે, કાયદાકીય પ્રક્રિયાના તેના દૂરપયોગસમાન અને ન્યાયની કસુવાવડ સંબંધીઓની સમાન લેખાશે. આ મહત્ત્વપૂર્ણ અવલોકનો સાથે હાઇકોર્ટે પતિ અને તેના સંબંધીઓ સામે નોંધાયેલી એફઆઈઆર અને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવી હતી અને પતિ તથા તેના સંબંધીઓની અરજી મંજૂર કરી હતી.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology