bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નવરાત્રી દરમિયાન ગુનોગારોની ખેર નહીં! અમદાવાદમાં ઈન્સ્ટોલ કરાયા AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરા...

હવે અમદાવાદમાં કોઈપણ ગુનેગાર જાહેરમાં ફરતો હશે, તો તુરંત જ પોલીસની નજરમાં થઈ જશે કેદ. શહેરમાં AI ટેક્નોલોજી વાળા કેમેરા મુકવામાં આવ્યા છે જે કેમેરામાં કેદ થતા જ આરોપીની કાળી કુંડળી સામે આવી જશે. તેમજ પોલીસ દ્વારા તુરંત તેને પકડી લેવાશે. તો કેવી રીતે વિદેશો જેવી હાઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અમદાવાદ પોલીસ. અમદાવાદના શાહીબાગમાં પોલીસ કમિશનરની નવી કચેરી બનીને તૈયાર છે. ત્યારે અહીં બનેલા કંટ્રોલ રૂમમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરમાં લાગેલા 200થી વધુ AI કેમેરાથી ગુનેગારો પર નજર રાખવામાં આવશે. કેમેરા સાથે લાગેલા સોફ્ટવેરમાં ગુનેગારોની માહિતી ઉમેરવામાં આવી છે. જેનાથી કોઈપણ આરોપી કેમેરામાં કેદ થતા જ કંટ્રોલ રૂમમાં આરોપીની માહિતી જોવા મળી જશે. નવરાત્રીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે ગરબાના ઘણા સ્થળો પર પોલીસની ચાંપતી નજર રહેશે. જ્યાં પણ જાહેરમાં ફરતા ગુનેગારો દેખાશે કે તુરંત જ પોલીસ તેને પકડવા માટે કાર્યવાહી કરશે. એટલું જ નહીં વોન્ટેડ આરોપીઓ પણ પોલીસની નજરથી બચી શકશે નહીં. અમદાવાદ પોલીસ નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના ખુણે ખુણે ગુનેગાર પર બાજ નજર રાખશે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ ગુનાઈક કૃત્યને રોકવા માટે કામગીરી કરવામાં આવશે. કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ પોલીસ હવે એ જોઈ શકશે કે કયા વિસ્તારમાં ગંભીર ગુના ધરાવતા ગુનેગારો ફરી રહ્યા છે. તેમજ જો કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળશે તો તુરંત આરોપીને ઝડપી લેવાશે જાહેર વ્યવસ્થા માટેના કોઈપણ સંભવિત જોખમોને શોધી કાઢવા પોલીસ હવે સતર્ક રહેશે. તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. અફવાઓ અથવા વાંધાજનક પોસ્ટને ફેલાતા રોકવાના નવા ટૂલનો ઉપયોગ થશે. આમ નવરાત્રીમાં એકતરફ ગુનેગારોની ખેર નહીં, તેમજ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી શેર કરનારા કે ભ્રમણા ફેલાવનારાઓ સામે કડક પગલા ભરવામાં આવશે.