bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ખનીજો પર ટેક્સ મામલે રાજ્યોની મોટી જીત, સુપ્રીમ કોર્ટે કહ્યું 'રોયલ્ટી ટેક્સ નથી'...

સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1ની બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો કે, બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનિજો ધરાવતી જમીન પર કર લાદવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે, કાઢવામાં આવેલા ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી કોઈ ટેક્સ નથી. CJI DY ચંદ્રચુડે અન્ય સાત ન્યાયાધીશો સાથે બહુમતી ચુકાદો આપ્યો જ્યારે ન્યાયમૂર્તિ બીવી નાગરથનાએ અસંમતિ દર્શાવી અને તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો. ખનિજ સમૃદ્ધ રાજ્યો માટે આ એક મોટી જીત છે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો ફાયદો થશે.

  • સાત જજોની બંધારણીય બેંચનો નિર્ણય ખોટો

બહુમતી ચુકાદાના ઓપરેટિવ ભાગને વાંચતા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચનો 1989નો ચુકાદો જેણે રોયલ્ટી એ ટેક્સ હોવાનું માન્યું હતું, તે ખોટું હતું. શરૂઆતમાં CJIએ કહ્યું હતું કે, બેન્ચે બે અલગ-અલગ ચુકાદા આપ્યા છે અને જસ્ટિસ બી.વી. નાગરથનાએ આ કેસમાં અન્ય જજોથી અલગ અલગ અભિપ્રાયો આપ્યા છે.

  • નાગરથનાએ પોતાના નિર્ણયમાં શું કહ્યું ?

પોતાનો ચુકાદો વાંચતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે રાજ્યોમાં ખાણો અને ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની કાયદાકીય ક્ષમતા નથી. ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી એ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1957 હેઠળ કર છે કે કેમ અને માત્ર કેન્દ્ર પાસે આવી વસૂલાત કરવાની સત્તા છે કે રાજ્યોને પણ તેનો અધિકાર છે કે કેમ તે અંગેના અત્યંત વિવાદાસ્પદ મુદ્દા પર બેન્ચે નિર્ણય લીધો હતો. તેના વિસ્તારમાં ખનિજ સમૃદ્ધ જમીન પર કર લાદવો. જોકે બહુમતના અભાવે તેમના નિર્ણયનો અમલ થઈ શક્યો નહોતો.