bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગેસ ગળતરના લીધે બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત, કૂવામાં કામ કરતા ગૂંગળામણથી બની દુર્ઘટના...

પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસેની 20 વર્ષ જૂની મહેશ્વરી પેપર મીલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ (નાના કુવાઓ) બનાવવામાં આવી છે ,જ્યાં એક મજુર એક કૂંડીમાં નીચે પડી ગયો હતો જ્યાં સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજુર બેહોશ થઈ ગયો હતો અન્ય મજુર તેને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો અને તે પણ ગુંગળામણથી બેહોશ થઈ ગયો હતો

જ્યારે આ દુર્ઘટના અંગેની જાણ થઈ કે તુરંત જ 108 એમ્બ્યુલન્સ વાન અને ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન  અન્ય બે મજૂરો પણ ફાયર વિભાગની સાથે મદદમાં ત્યાં જતા તેમને પણ ગુંગળામણની અસર થવા લાગી હતી. જેથી તે બંનેને 108 એમ્બ્યુલન્સ વાનમાં તુરંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ફાયર વિભાગના ફરજ પરનો કર્મી સેફટીના સાધનો સાથે અંદર ઉતરી એક પછી એક બે અને બહાર નીકળ્યા હતા પરંતુ બંને બેભાન હાલતમાં હતા જ્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.