bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્ધારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા  ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ, ભૂજ, નખત્રાણામાં એક એક ઈંચ, વલસાડના વાપીમાં પોણો ઈંચ, વલસાડના કપરાડામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણો ઈંચ, મોરબીના ટંકારામાં અડધો ઈંચ, ડાંગના વઘઈમાં અડધો ઈંચ, જૂનાગઢ શહેર,તાલુકામાં અડધો ઈંચ, ધ્રોલ, કાલાવડમાં અડધો ઈંચ, માલપુર, પડધરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો.

તે સિવાય રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 23.40 ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા , કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.87 ટકા વરસાદ, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ, મ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ વરસ્યો હતો.