અમરેલીમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. બગસરા પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શેત્રુંજી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદને પગલે અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારે વરસાદને પગલે જૂનાગઢ સહિત રાજ્યના તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે. ત્યારે દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology