ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજો જેટલી જ રાખવામાં આવશે એવી જાહેરાત બે વર્ષ અગાઉ સામે સરકારે ઊલટો નિર્ણય કરીને જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુના ઝીકાયેલા ભાવ વધારા સામે આંદોલન શરૂ કરાયું છે. એનએસયુઆઈ (NSUI) ના કાર્યકર્તાઓ દ્વારા ફી મુદ્દે કોલેજના ડીન રજુઆત કરી હતી અને ડીન ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ કાફલો કોલેજમાં દોડી આવ્યો હતો. 10થી વધુ એનએસયુઆઈ (NSUI) ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
જેમાં પ્રાથમિક તબક્કે જીએમઈઆરએસના ડિરેક્ટરને આવેદન પત્ર આજે સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ન પડે તે માટે સરકારે 2010માં 13 જિલ્લામાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરી છે. ત્યારે ગત 28મી જૂને 13 મેડિકલ કોલેજોમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે, તો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે. અંદાજિત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવાયો છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે હવે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓની ફી 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દેવાઇ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે સંગઠનના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચાર કર્યો હતો. ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવા આવેદનપત્રમાં જણાવ્યું છે. અન્યથા ઉગ્ર આંદોલન કરતાં પણ સંગઠન અચકાશે નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology