રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. રાધનપુર હાઈવે પર મધ રાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. બન્ને વાહનો વચ્ચે ભયનાક ટક્કર થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળના ભાગનો કૂસડો વળી ગયો હતો.
આણંદથી રાપર જતી બસને અકસ્માત નડ્યો
આણંદથી રાપર જતી બસને અકસ્માત નડ્યો છે. રાત્રિના સમયે નિંદર માણી રહેલા મુસાફરોની કારમી ચીસોથી આભ ફાટી પડ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology