ચાલુ વર્ષે ગરમી ની કાળઝાળ ગરમી સાથે શરૂઆત થઈ છે. જે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન હતું, જે તાપમાન ધીમે ધીમે વધીને હાલ શહેરમાં 40 ડિગ્રી પર પહોંચી ગયું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવુ તાપમાન ગરમીની શરૂઆત માં ભાગ્યે જ જોવા મળ્યું છે. અને હજુ તો ગરમીના અન્ય મહિના બાકી છે, જેમા એપ્રિલ અને તેમાં પણ મે મહિનો ખુબ ગરમ રહેતો હોય છે, કે જયારે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેશન હિટ એક્શન પ્લાન લાવે છે. તો ટ્રાફીક વિભાગ બપોરે સિગ્નલ પણ બંધ કરતું હોય છે, જેથી લોકોને ગરમીથી સુરક્ષિત કરી શકાય. તો ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસખા અજમાવે છે. જેમાં કોઈ ટોપી પહેરે, રૂમાલ બાંધી, મહિલા દુપટ્ટો બાંધી, પાણી સાથે રાખે, રસ્તામાં લોકો વિરામ કરે, સાથે જ શેરડીનો રસ હોય શીકંજી હોય કે લીંબુ શરબત કે જ્યુસ કે ઠંડું પ્રવાહી પીવે, તો કોઈ ગરમી થી બચવા માટે છત્રી લઈને નિકળે. જેથી કાળ ઓકતી ગરમી થી બચી શકાય. તો આ ગરમી વચ્ચે લોકોને રાહત આપતા શેરડીના રસમાં શેરડીનો ભાવ પણ 20 ટકા વઘ્યો છે, છતા વેપારીઓ એ ભાવ ન વધારતાં લોકોને તેનાથી રાહત મળી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology