bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં NDRFની 8 ટીમો તૈનાત

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, રાજ્યના  વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે.  મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસંધાને સમગ્ર રાજ્યમાં જ્યાં જરુરિયાત હોય ત્યાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે ગીરસોમનાથ જીલ્લામાં પણ એનડીઆરએફની ટીમ ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરાઇ હતી. જેમાં કમાન્ડર સહીત 30 જવાનોની ટીમ જીલ્લામા ખડેપગે હાજર રહ્યાં હતાં.  જેમની પાસે 4 બોટ , લાઇફ જેકેટ , દોરડા સહીતની વસ્તુઓ પણ રાખવામાં આવી હતી.  ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.રાજકોટમાં NDRFની ટીમ તૈનાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં NDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.વડોદરાથી એક NDRFની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી હતી. NDRFની ટીમમાં 47 જેટલા જવાનોની ટુકડી તમામ રેસક્યુંના સાધનો સાથે સજ્જ છે. લાઇફજેકેટ,લાઇફબોટ સહિતના સાધનો સાથે ટીમને તૈનાત કરવામાં આવી છે.