bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે દાહોદથી લઇને કચ્છ સુધીના જિલ્લાઓમાં થશે મેઘ મહેર, કરાઇ હળવાથી મધ્યમ વરસાદની આગાહી...  

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • આજે ક્યાં ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાનની આગાહી મુજબ તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે.

  • 13 ઓગસ્ટની આગાહી

13ની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થોળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થોળોએ ગાજવીજ સાથે હશળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

  • 14 ઓગસ્ટએ અહીં વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

  • 16 ઓગસ્ટએ આ વિસ્તારમાં પડશે વરસાદ

ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ છુટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.