bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કાળઝાળ ગરમીમાં રાજ્યમાં વધ્યાં બીમારીના કેસ,  9 દિવસમાં 1549 લોકો થયા બેભાન, 40 દિવસમાં 33 હજાર કોલ્સ મળ્યા....

કાળઝાળ ગરમીમાં રાજ્યમાં બીમારીના કેસ વહ્દારો થયો છે.  ગરમીને કારણે છેલ્લા નવ દિવસમાં એક હજાર 549 લોકો ચક્કર ખાઈને બેભાનવ થયા. આ દર્દીઓને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુખાવો સહિતની વિવિધ ગરમી સંબંધીત બીમારીના રાજ્યમાં છેલ્લા નવ દિવસમાં સાત હજાર 342 કોલ્સ 108ને આવ્યા. જેમાં ઝાડા ઉલટીને લગતા કેસમાં 32 ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. તો રાજ્યમાં 40 દિવસમાં ગરમી સંબંધીત બીમારાના 108ને 33 હજાર કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 9 હજારથી વધુ કોલ્સ મળ્યા, જેમાં બેભાન થવાના એક હજાર 815 કેસ, પેટમાં દુખાવાના ત્રણ હજાર 551 કેસ ઈમરજંસી સર્વિસને મળ્યા છે.

જો તમે તમારી જાતને આ ગરમીથી બચાવવા માંગો છો, તો તમારે હંમેશા સૂર્યના કિરણોથી પોતાને બચાવવું જોઈએ, નહીં તો તે તમારા ચહેરા અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તમારે હંમેશા તમારી જાતને સૂર્યપ્રકાશના સંપર્કથી બચાવવી જોઈએ. જો તમે તડકામાં ક્યાંક બહાર જતા હોવ તો તમારે તમારી સાથે ટોપી, ટુવાલ અને ચશ્મા લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.