સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં સાંબેલાધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. છેલ્લા 10 કલાકમાં પ્રાંતિજમાં સાડા છ ઈંચ, તલોદ, હિંમતનગર 4.5 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ટ્રાફકી ઉપર વિપરીત અસર જોવા મળી હતી. 3 તાલુકાના ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક થતા લોકોમાં ખુશાલી જોવા મળી છે. બીજી તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી ભારે વરસાદના કારણે ગટર ન દેખાતાં 13 જેટલાં વાહનો ગટરમાં ખાબકતાં હતી.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદની 34 ટકા ઘટથી ખેડૂતો અને વહીવટી તંત્ર ચિંતિત હતું. પરંતુ સોમવારથી (30મી જુલાઈ) મેઘરાજાએ અપાર હેત વરસાવવાની શરૂઆત કરી હતી. સોમવાર સવારથી જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 4 થી સાડા 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જગતના તાતમાં ખુશાલી જોવા મળી હતી.
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ, હિંમતનગર અને તલોદમાં અતિભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દોડતું થયું હતું અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
હિંમતનગરના બેરણા રોડ પર આવેલી રાજદિપ સોસાયટીમાં સાડા ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાના બાળકો સહિત રાજદિપ સોસાયટી તેમજ આસપાસની અનેક સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતી. રહીશોનું કહેવુ છે કે, પહેલા વરસાદી પાણી રાજદિપ સોસાયટીમાંથી બેરણા તરફ વહી જતુ હતું, પરંતુ રોડનુ લેવલ નીચુ રાખતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્યારે આવી બેદરકારી રાખનાર જવાબદાર અધિકારી સહિત એજન્સી સામે પગલા ભરવાની માંગ કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology