રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો છે. ગોહિલે કહ્યું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું, જે વિડીયો મારી પાસે છે.પરશોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના નિવેદન બાદ હવે રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનના કારણે રાજકારણમાં ભારે ઉહાપોહ મચ્યો છે. હવે ગુજરાત ભાજપે કોંગ્રેસના રાહુલ ગાંધીને આડે હાથે લીધા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનો રાહુલ ગાંધીને બચાવવામાં લાગ્યા છે. જ્યારે પરશોત્તમ રૂપાલની સામેના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તો આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવા કરતા ચાલતી પકડવી વધારે યોગ્ય લાગ્યુ હતુ.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. પાટીલે ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને નહીં ચલાવે. આ સાથે તમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology