bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી 5 દિવસ ગુજરાતના 18 તાલુકાઓમાં વરસવાની શક્યતા...

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને દાહોદ તેમજ છોટા ઉદેપૂર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.. તો સાથે કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી  હવે રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામે તેવું હવામાન ખાતાની આગાહી પરથી જણાઇ રહ્યું છે.. હવામાન ખાતાએ આગામી 5 દિવસ સુધી રાજ્યના 18 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે  સુરત, ડાંગ, નવસારી, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા દર્શાવાઇ છે.. તો દ્વારકા, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં પણ વરસાદની આગાહી છે દાહોદ, છોટાઉદેપુર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.  . 21 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય અરવલ્લી, મગીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા તા. 22 નાં રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી વરસવાની શક્યતા  તા. 23 નાં રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ સહિતનાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે