bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયુ રુ. 110 કરોડનું પ્રતિબંધિત ‘ફાઇટર ડ્રગ્સ’, આફ્રિકાના બે દેશોમાં થવાની હતી ડિલીવરી...  

ગુજરાતના દરિયાકિનારેથી ફરીથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયુ છે. કચ્છમાં અગાઉ અલગ અલગ પ્રકારના ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ અનેક વાર મળી ચુક્યા છે.જો કે દવાના રુપમાં મળેલુ આવુ કન્સાઇન્મેન્ટ પ્રથમ વાર પકડાયુ છે.કસ્ટમ વિભાગ બે દિવસથી આ પ્રક્રિયા સતત કરી રહ્યુ હતુ. કન્ટેઇનરને આફ્રિકામાં મોકલવામાં આવવાનું હોવાની માહિતી છે.

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 110 કરોડની પ્રતિબંધિત ટ્રેમાડોલ ટેબલેટ ઝડપાઇ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટના વેપારી દ્વારા ડ્રગ્સના આ બે કન્સાઇન્મેન્ટ મોકલાયા હતા. આફ્રિકાના દેશ સિએરા લિઓન અને નાઇજરમાં આ કન્સાઇન્મેન્ટ મોકલાતા હતા. કૃત્રિમ ઓપીયોઇડની આફ્રિકાના દેશોમાં ઊંચી માગ હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓ લાંબો સમય સુધી જાગતા રહેવા માટે ટ્રેમડોલનો ઉપયોગ કરતા હોવાની માહિતી છે.

આ ડ્રગ્સને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરીને મોકલાતો હતો.દવાની સ્ટ્રીપ્સ કે બોક્સ પર ઉત્પાકદની વિગતો દર્શાવવામાં આવી ન હતી. જો કે કસ્ટમ વિભાગે કન્ટેનરને અટકાવીને તેમાંની દવાઓની તપાસ માટે મોકલતા આ ખુલાસો થયો છે. આ મામલે રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામમાં પણ તપાસ થઇ રહી છે.