ઓગસ્ટ મહિનામાં સૌછી વધુ તહેવારો આવતા હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ,જનમાષ્ટમી,રક્ષાબંધનનો પર્વ આવતો હોય છે,મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈ જીએસઆરટીસી દ્રારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે.
ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology