રાજકોટના અગ્નિકાંડની કરૂણાંતિકામાં જવાબદાર કોઈપણ ઉચ્ચ અધિકારી, પદાધિકારી કે રાજકીય નેતાની સંડોવણી સામે આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું ઉચ્ચ અધિકારી કે રાજકીય નેતાની સંડોવણી સામે આવશે તો છોડવમાં નહીં આવે કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ ગત રોજ કહ્યું હતું કે સિનિયર IPS અધિકારી સુભાષ ત્રિવેદની બનેલી સીટ દ્વારા રાજકોટની આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે. આ ટીમ સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે કોઈ રાજકીય દખલગીરી પણ કરવામાં આવતી નથી. સીટ નો ફાઈનલ રિપોર્ટ 20 જૂને સરકારને મળવાનો સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, હવે SITનો ફાઈનલ રિપોર્ટ 20 જૂને સરકારને મળવાનો છે, ત્યારે તેમાં જે કોઈ સામે પગલાં લેવાની ભલામણ કરી હશે તે પ્રમાણે સરકાર આગળ વધશે. 27 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતા પછી પ્રથમવખત યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજકોટના ગેમઝોનની કરૂણ ઘટના અંગે ચર્ચા થઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology