જામનગર જિલ્લામાં આ વર્ષે અન્ય વર્ષની સરખામણીએ વહેલો વરસાદ થયો છે. આમ તો જિલ્લાભરમાં વરસાદ થઈ જ ગયો છે. છતાં પણ અમુક વિસ્તારોમાં હજુ પણ મેઘમહેર થઈ નથી.જ્યારે તેની સરખામણીએ કાલાવડ પંથકમાં અપાર મેઘમહેર થઇ રહી છે. આથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે. એન વાવણી અને ત્યારબાદની કાર્યવાહીમાં જોતરાયા છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે. આ વર્ષે શરૂઆતથી મોસમનો વરસાદ સારો થતા ખેડૂતોએ આખુ વર્ષ ખુબ સારુ જશે અને ઉત્પાદન પણ સારુ થશે તેમ જણાવી રહ્યાં છે. કાલાવડ પંથકમાં પ્રથમ વરસાદને લીધે જ ઘોડાપૂર ઉમટતા મોટા ભાગના નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે.
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે પુલ ધોવાઈ જતા અનેક ગામડા રોડ માર્ગ થી સંપર્ક વિહોણા થયા હતા. જિલ્લાભરમાં સારા વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વાવણી અને ત્યારબાદનો પણ જોરદાર વરસાદ હોવાથી ખેડૂતો રાજીના રેડ થયા છે.
ગત વર્ષે કાલાવડ પંથકમાં જોઈએ તેટલો વરસાદ ન હતો. પરિણામે પાકના ઉત્પાદનમાં ભારે નુક્સાન થયું હતું. જ્યારે આ વર્ષે શરૂઆતમાં જ સારો વરસાદ પડતાં ખેડૂતો સારા ઉત્પાદનની આશા સેવીને બેઠા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology