ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવસારીના વ્યારા તાલુકાના ખુશાલપુરા ખાતે સહકાર થી સમૃદ્ધી અંતર્ગત સહકારી સંમેલન તથા વિવિધ વિકાસલક્ષી કાર્યોનુ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત પ્રદેશ અઘ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે યોજાયું. આ કાર્યક્રમમાં સુમુલ ડેરી અને વ્યારા સુગરના ચેરમેન માનસિંહભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વ્યારા સુગર ફેક્ટરીને ફરી ચાલુ કરવાના નિર્ણયમા મને નિમિત બનાવાનું સૌભાગ્ય મળ્યું તે મારા માટે ખૂબ મોટી વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીનુ શાસન કેન્દ્ર અને રાજયમા છે ત્યારે વ્યારા સુગર ફેકટરીને ફરી ચાલુ કરવા રાજય સરકારે બજેટમાં જોગવાઇ કરી. આ સુગર ફેક્ટરી કોંગ્રેસના સમયમા શરૂ તો થઇ પણ કોંગ્રેસે તાળુ મારી દીધુ હતુ કે ફરી ક્યારેય ચાલુ ન થાય અને ડેરીને દેવામાં ડુબાડી દીધી હતી.કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોનુ હિત ન વિચાર્યુ. અને આજે સુગર ફેકટરી ને ફરી ચાલુ કરવામાં આવી છે. પહેલા 1200 થી 1500 રૂપિયા સુઘીમા શેરડી વહેચાતી હતી અને આજે 2800 સુઘીનો ભાવ શેરડીમા મળે છે. રાજય સરકારનો નિર્ણય છે કે આ કાર્યક્ષેત્રમાની કોઇ શેરડી બહારની સુગર ફેકટરીમા ન જવી જોઇએ તેના માટે આપને વિનંતી છે કે કોઇ તમને 100-200ની લાલચ આપે તો તે લાલચમા ન આવતા નહીતર તમે ફરી શેરડીના 1500 રૂપિયાના ભાવ પર આવી જશો. ખેડૂતોને પુરતો ભાવ મળે તે દિશામા કાર્ય થશે તેનો વિશ્વાસ છે. વ્યારા નગર પાલિકા વર્ષોથી એક મોડલ નગર પાલિકા તરીકે ડેવલોપ થઇ છે.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી ઓ મુકેશભાઇ પટેલ કુવરજીભાઇ હળપતી,સાંસદ પ્રભુભાઇ વસાવા,જીલ્લાના ધારાસભ્યશ્રીઓ,જીલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વાસાવા,તાલુકા પંચાયતના પ્રમુખ ઇશ્વરભાઇ ગામીત,ઘનશ્યામભાઇ પટેલ સહિત જીલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology