bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ અગ્નિકાંડના પીડિતોની મુખ્યમંત્રી સાથે મુલાકાત, પરિવારોએ ન્યાય માટે કરી રજૂઆત...  

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, મુખ્યમંત્રી નિવાસ સ્થાને CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી પરિવારના ન્યાય માટે રજૂઆત કરી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા હાજર રહ્યા હતા. પીડિત પરિવારોએ CM ભૂપેન્દ્ર પટેલ સામે વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરી. જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

જો કે રાજકોટ અગ્નિકાંડ કાંડ મુદ્દે હાલ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે એક વાર વીડિયો કૉલ કરીને વાતચીત કરી હતી, જયારે ગયા અઠવાડિયે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુલાકાત કરી હતી. જેને લઈને હવે રાજ્ય સરકાર પણ સચેત થઈ ગઈ છે.

આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સામે પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી. પીડિત પરિવારના સભ્ય તુષાર ઘોરેચાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા છે, 2 સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ, એક ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ તથા હાઈકોર્ટના ચાલુ જસ્ટીસ અને સિવિલ જજની કમિટી બનાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.