રાજકોટ-જુનાગઢ પંથકમાં ગુરૂવાર સાંજથી ખાબકી રહેલા વરસાદે વિનાશ નોર્તર્યો છે. અતિભારે વરસાદના લીધે લીલો દુકાળ સર્જાય એવી ભિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાયા છે. સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરતાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 18 ઈંચ રાજકોટના ઉપટલેટામાં 15 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, વેરાવળમાં 8 ઈંચ, જુનાગઢના વંથલીમાં 7 ઇંચ, સૂત્રાપાડામાં 6.6 ઈંચ, માણાવદરમાં 6.5 ઈંચ, કેશોદમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે.
જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે.
વરસાદની આગાહીને લઇ NDRFની ટીમ તૈનાત કરાઇ છે. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ તૈનાત કરાઇ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં તૈનાત છે. અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી કરી રહી છે. NDRFની ટીમ બચાવ કામગીરી કરશે.
રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજકોટ તાલુકાના છાડરવાવદરમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉપલેટ શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. શહેરના માર્ગો પર નદીઓ નહી એવો ભાસ થઇ રહ્યો છે. અનેક દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે.
વરૂણદેવ સૌરાષ્ટ્ર પંથક પર મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે દ્વારકાના કલ્પાણપુર તાલુકમાં 8 કલાકમાં 10 ઇંચ નોંધયો છે. એકધારા મુશળાધાર વરસાદની લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology