રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિ કાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે.
ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. અગાઉ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલીક એસીબીની ટીમ દ્વારા રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠીયાની ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફિસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરતા ત્યાંથી 5 કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતનાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમજ એસીબીને 3 જેટલા બોક્સમાંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યનાં દસ્તાવેજો મળી આવ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology