જ્યારથી ઈવી વાહન આવ્યા છે ત્યારે લોકોને ફાયદો તો થયો પરંતુ એના નુકસાન પણ ઘણાં થયા છે. અવારનવાર બેટરી ફાટવા કે પછી તેના કારણે ઘરમાં આગ લાગવાના કિસ્સા સામે આવતા લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે. તાજેતરનો મામલો અમદાવાદનો જ છે. અહીં વાસણા બેરેજ રોડ નજીકમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઈવીની બેટરી ફાટવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો.
મામલો શું છે?
માહિતી મુજબ વાસણા બેરેજ વિસ્તારના સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આજે વહેલી સવારે જ આગની ઘટનાની જાણકારી મળી હતી. તપાસમાં જાણ થઇ કે ઘરના ડ્રોઈંગ રૂમમાં જ ઈવીની બેટરી ચાર્જિંગમાં લગાવાઈ હતી જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.
બેટરીમાં વિસ્ફોટની ઘટના સમયે ત્રણ લોકો ઘરમાં જ હતા જેમનો હેમખેમ આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘરમાં બે યુવક અને એક મહિલા હતી. તેમને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જ બચાવાયા હતા.
એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અને શહેર પ્રમુખ પણ આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના સમયે ભૂમિકા શાહનો પરિવાર ઘરમાં જ હતો. આગની ઘટનાને કારણે આખી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી. જોકે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology