સુરતમાં બાપ-દીકરીના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલીમાં સગા બાપે જ પોતાની સગીર દીકરી સાથે અડપલાં કર્યાં હતા. સગીરા રાત્રે સૂતી હતી તે વખતે હવસખોર પિતાએ અડપલાં કર્યા હતા. સગીરાએ તેના ભાઈને પણ આ ઘટના વિશે જાણ કરી હતી. પરંતુ તેમ છતાં બીજી વાર પિતાએ દીકરી સાથે અડપલાં કર્યાં હતા.
પોલીસે સગીરાનાં પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી
બાળકી સવારે સ્કૂલ ગઈ હતી. ત્યારે તે સ્કૂલની બહાર રડતી હતી. તે સમયે એક મહિલાની નજર તેના પર પડી હતી. જાગૃત મહિલા સગીરાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે સગીરાની પૂછપરછ કરતા નરાધમ બાપની કરતૂત ખુલ્લી પડી હતી. અને સગા બાપે જ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ સગીરા અને તેનો 17 વર્ષનો ભાઈ પિતા સાથે રહેતા હતા.જોકે પિતાને દારૂ પિવાની ટેવ હોવાથી માતા છેલ્લા 3 વર્ષથી અલગ રહેતી હતી.એટલું જ નહીં આરોપી પિતાને માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલે છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે બાળકીનાં પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology